Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વાંકાનેરમાં સન્માન સમારોહ સર્વજ્ઞાતિ સ્નેહમિલન

વાંકાનેર : કિડઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના મેદાનમાં શનિવારે સન્માન સમારોહ અને સર્વજ્ઞાતિ સ્નેહમિલન યોજાયુ હતુ. માંધાતા એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા યોજીત આ કાર્યક્રમમાં રાજયના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી સાંસદ કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કોળી સમાજના અખિલ ભારતીય પ્રમુખ ચંદ્રવદનભાઇ પીઠાવાલા અને વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવેલ કે રાજય સરકારની પાણી પુરવઠાની ગ્રામ્ય વિસ્તારની ૩ હજારની વસ્તીએ ઉંચો ટાકો આપેલ છે. તેના બદલે હવે ૧૫૦૦ની વસ્તીએ આ પાણીનો ટાકો અપાશે તેવી જાહેરાત કરી હતી. બાદમાં મોહનભાઇ કુંડારીયાએ હાલના સમયમાં માંધાતા ગૃપના મેર જીજ્ઞાસાબેન તથા તેના ગૃપે આવુ સરસ મજાનુ સર્વજ્ઞાતિય સ્નેહમિલન યોજેલ છે તે બદલ હુ તેમને અભિનંદન પાઠવુ છુ. આ પ્રસંગે પીઠાવાલા તથા કેશરીદેવસિંહ સાથે તમામ મહાનુભાવોનુ સર્વધર્મ પ્રાર્થના બાદ સન્માન કરાયુ હતુ અને હાલના આવા માહોલમાં તમામ જ્ઞાતિઓને એક તાંતણે બાંધવા બદલ કિડઝલેન્ડ ઇંગ્લીશ સ્કુલના પ્રન્સીપાલ મેહુલભાઇ શાહ તથા ચિરાગભાઇ પુજારા અને આયોજકોનો ખુબ ખૂબ આભાર માનેલ. બાદમાં પ્રસાદ લઇને આ કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.

(11:50 am IST)