Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઉપલેટા વિસ્તારમાં એક વર્ષમાં ૧૦૦ કરોડ ઉપરાંતના કામો મંજુર કરાવતા લલિત વસોયા

ધોરાજી-ઉપલેટા તા ૨૪  : એક વર્ષમાં પર કરોડ- પાણી પુરવઠાના, ૩૫ કરોડ, રોડ રસ્તાના કામ, ૧૫ કરોડના સ્ટેટ અને પંચાયતના મળી ૧૦૦ કરોડના કામો ગતિમાં, અત્યાર સુધીમાં એકપણ ધારાસભ્યએ ન કર્યુ હોય તેવા કામો કરતા લલીત વસોયાને ઠેર ઠેરથી અભિનંદન.

ઉપલેટાના અહિંયા છેલ્લા એક વર્ષમાં ફકત ઉપલેટા તાલુકામાં જ ૧૦૦ કરોડ ઉપરાંતના કામો મંજુર કરાવી ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાની કામગીરીને લોકોમાંથી અભિનંદન મળી રહ્યા છે.

આ અંગે લલિત વસોયાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે, ઉપલેટા તાલુકાના વેણુ-ર ડેમ નીચે આવતી પાણી પુરવઠા યોજના ોગભગ મૃત હાલતમાં કામ કરતી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું ન હોવાની ફરીયાદો આવતી હતી. આ અંગે પાણી પુરવઠા મંત્રીશ્રીને રજુઆતો કરીને વેણુ-ર જુથ પાણી પુરવઠા યોજનાના ૫૮ કરોડ રૂપિયા મંજુર કરાવીને આ કામગીરી ટુંક સમયમાં શરૂ થશે, જેમાં વેણુ આધારીત ગામડાઓમાં ફિલ્ટર કરેલ પાણી માટે પંપ હાઉસ અને નવી લાઇનો નાખવામાં આવશે, જખેથી આ ગામડાનો પાણી પ્રશ્ન પણ હલ થઇ જશે.

આ ઉપરાંત ૩૫ કરોડના ઉપલેટા શહેરને જોડતા તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. આ રસ્તામાં ગણોદ-તણસવા-મેરવાદર-પ્રાસલા-વડેખણ રોડ, કોલકી-ભાયાવદર રોડ, વાડલા-સેવંત્રારોડ, વચલા કલારીયા અને સંધીના કલારીયા ને જોડતો રોડ, અરણીખ્વડાળી રોડ, વરજાંગજાળીયા- નાગવદર રોડ સહિતના રોડો મંજુર થયેલ છે. આ રોડની કામગીરી તાત્કાલીક શરૂ કરવામાં આવશે, ઉપરાંત ૧૫ કરોડના સ્ટેટ અને પંચાયતના રોડ મળીને કુલ ૧૦૦ કરોડના કામો આ વર્ષમાં ઉપલેટા તાલુકા માટે મંજુર કરવામાં આવેલ છે.

આ રોડ રસ્તા મંજુર થતાં ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઇ, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, જયદેવસિંહ વાળા, લખમણભાઇ ભોપાળા, વલ્લભભાઇ મુરાણી, કિશોર ગજેરાએ લલિત વસોયાને અભિનંદન પાઠવેલ હતા.

(11:49 am IST)