Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કાલે જિલ્લા ભાજપ દ્વારા અટલજીના જન્મદિન નિમિતે પુષ્પાંજલી-સેવા કાર્ય

રાજકોટ, તા.૨૪: જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, શ્રી જયંતીભાઇ ઢોલ, ભરતભાઇ બોઘરાની યાદી જણાવે છે કે અટલ બિહારી વાજપેયીજીની તા.૨૫ ડીસેમ્બર જન્મજયંતિ નિમિતે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષ સ્થાને જીલ્લા ભાજપ કાર્યલય ખાતે અટલજીને પુષ્પાંજલિ તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલ ખાતે જનાના હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ સેવા વસ્તીમાં સેવાકીય કાર્યક્રમો યોજાશે.

જીલ્લા ભાજપ દ્વારા ૧.ઉપલેટા શહેર/ તાલુકો ભાયાવદર શહેરનો કાર્યક્રમ ઉપલેટા ખાતે ર. ધોરાજી શહેર/ તાલુકાનો કાર્યક્રમ ધોરાજી ખાતે ૩. જેતપુર શહેર/ તાલુકો અને જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ જેતપુર ખાતે ૪. ગોંડલ શહેર/ તાલુકાનો કાર્યક્રમ ગોંડલ ખાતે પ. જસદણ શહેર/ તાલુકો અને વિછીયા તાલુકાનો કાર્યક્રમ જસદણ ખાતે તેમજ રાજકોટ તાલુકો, કોટડા સાંગાણી તાલુકો, લોધીકા તાલુકો અને પડધરી તાલુકાનો કાર્યક્રમ જીલ્લા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ તથા સેવા વસ્તી કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા-તાલુકા મંડલના પ્રમુખ-મહામંત્રી તથા સર્વે ઉપસ્થિત રહી અટલજીને પુષ્પાંજલિ અર્પશે. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

(11:48 am IST)