Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ભાવનગરમાં ૮૬ કરોડના ખર્ચે દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી બનશે શહેરનો પ્રથમ ફલાય ઓવર બ્રિજ

ભાવનગર તા.૨૪: રાજયના નગરો અને મહાનગરોમાં તાજેતરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ગુજરાતમાં વિવિધ સ્થાનો પર કુલ ૭૫ ફ્લાયઓવર બ્રિજને સિદ્ઘાંતિક મંજૂરી આપવામાં આવતા તેમાં ભાવેણાનો પણ સમાવેશ કરવામાં આવતા ટુક સમયમાં ભાવેણા ખાતે દેસાઈનગર થી શાસ્ત્રીનગર સુધીનો ઓવરબ્રિજ રૂપિયા ૮૬ કરોડના ખર્ચે બનાવવામાં આવશે આમ ફ્લાય ઓવરબ્રિજનું વર્ષો જૂનું સપનું ભાવેણાનું પૂર્ણ થશે.

આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરના વિકાસ માટે ભાવનગરના બંને ધારાસભ્યો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીનીઙ્ગ રાજય સરકારમાં કરેલી રજુઆત અને મહેનતને સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતા ભાવનગર ખાતે રૂપિયા ૮૬ કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બ્રિજને રાજય સરકારે સિદ્ઘાંતિક મંજૂરી આપી છે આ ફ્લાયઓવર બ્રિજ ભાવેણાના પ્રવેશદ્વાર સમાન વિસ્તાર દેસાઈનગરથી શાસ્ત્રીનગર વચ્ચે બનશે જેને કારણે ભાવેણાની આંતરિક અને બહારથી આવતા વાહનો માટે ટ્રાફિકની સમસ્યા હળવી કરશે, સમયનો બચાવ થશે, એકિસડન્ટનું પ્રમાણ દ્યટાડશે ખાસ કરીને બોરતળાવ વિસ્તારમાં હીરાના અનેક નાના મોટા કારખાના આવેલા હોવાને કારણે સવારે અને સાંજના સમયે રાહદારીઓ માટે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને આ બ્રિજને કારણે ભાવેણાની શોભા પણ વધશે. આમ ભાવેણા માં બનનારો આ બ્રિજ ભાવેણા વાસીઓ માટે અનેક રીતે લાભદાયી આવનારા સમયમાં બની રહેશે.

ભાવેણાના પ્રથમ ફ્લાયઓવર બ્રિજને પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાદ્યાણી, રાજય સરકારના મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, સંસદ ભારતીબેન શિયાળ, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ,  મહેશભાઈ રાવલ, રાજુભાઇ બાંભણીયા, મેયરશ્રી મનહરભાઈ મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતાશ્રી પરેશભાઈ પંડ્યા, દંડક જલવિકાબેન ગોંડલીયા સહિત શહેર સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારીશ્રીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ સહિતના આગેવાનોએ આવકાર્યો હતો.

(11:46 am IST)