Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

હળવદના ચરાડવા ગામે દિપડાએ દેખા દીધી

પંજાના નીશાન જોવા મળતા વનવિભાગ સમક્ષ પાંજરા ગોઠવવા માંગણી

હળવદ,તા.૨૪: તાલુકા ચરાડવા ગામ પાસે ની જ એક વાડી માં દીપડો દેખાયા નું બહાર આવતા ખેડૂતો માં દોડધામ મચી જવા પામી છે.ઙ્ગ

પ્રાપ્ત થતી મુજમ હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે જઙ્ગ ચરાડવા - સમલીના રસ્તા પર આવેલી એક વાડીમાં સોમવારે રાત્રીના સમયે આ વાડી વાવતા આદિવાસી ખેત મજુરઙ્ગ ટ્રેકટર લઈ વાડીમાં પ્રવેશ્યા ત્યારે ઉભા પાક માં દીપડો ફરતો જોયો , પરંતુ ટ્રેકટરની લાઈટ તેની ઉપર પડતા જ તે ઉભા પાકમાં બેસી ગયો હતો.

આ દ્યટના થી આ વ્યકિત એ વાડી ની રૂમમાં જતા રહીને વાડીના માલિક નેઙ્ગ ફોનથી જાણ કરી હતી. આ વાતની જાણ આસપાસની વાડી વાળા અને અન્ય ગ્રામ જનો ને ખબર પડતા વાડી એં પહોંચી ગયા હતા.અને ખરેખર એ દીપડો જ હતો કે અન્ય કોઈ પ્રાણી હતું ? એ વાત પણ ચર્ચા નો વિષય બની છે.

પરંતુઙ્ગ જે જગ્યાએ દીપડો જોયો હતો તે જગ્યા એ તેના પંજાના નિશાન પણ જોવા મળતા ખેડૂતોમાં ભય ની લાગણી ફેલાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાડી ચરાડવા ગામની પાસે જ આવેલી અને બાજુમાં તળાવ આવેલ છે અને તેની પાસે જ નર્મદા ની કેનાલ નીકળે છે એ ઉપરાંત આસપાસ દ્યણી બધી ઝાળી ઝાંખરા આવેલા છે .

આથી ખેડૂતો નું માનવું છે કે જો આ ખેત મજુરની વાત સાચી હોય તો તળાવ માં પાણી પીવા પશુઓ આવતા રહે છે જેનો શિકાર કરવો દીપડાને આસાન બની જાય અને ચારો ચરવા આવનાર પશુ નું પણ મારણ કરવું સહેલું બની રહે . જેનાથી દીપડાને રહેવા અને ખોરાક પાણી માટે આ વિસ્તાર અનુકૂળ બની રહે તેમ હોઈ આ બાબતે ખેડૂતો એ વન વિભાગને પાંજરું મૂકી ને સાચે જ દીપડો હોઈ તો દીપડાને પકડવા માટેની વ્યવસ્થા ગોઠવવા ની વાત કરી છે.

(11:45 am IST)