Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

શ્રી શાશ્વત સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલા દ્વારા કોન બનેગા ચેમ્પિયન

સાવરકુંડલા : શાશ્વત સ્કૂલના આંગણે અભ્યાસ ની સાથે બાળકો ની તર્કશકિત અને જનરલ નોલેજ આધારિત, કોન બનેગા કરોડ પતિની તર્જ પર કોન બનેગા ચેમ્પિયન નું આયોજન કરવામાં આવ્યું,જેમાં  તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી  પી.જી વેગડા ઉપસ્થિત રહયા હતા. KBC ની જેમજ  વિવિધ ક્ષેત્રના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા,  સાવરકુંડલા તાલુકા માટે આ પ્રથમ પ્રયોગ હતો જેમાં વિપુલ પ્રમાણમાં ઇલેકટ્રોનિક ડિવાઇજનો  ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ ધોરણ ૯થી૧૨ના  કાર્યક્રમના વિજેતા તરીકે ધોરણ નવના વિદ્યાર્થી જાનવી ગોહિલ, વિધિ પરમાર, સાનિયા કુરેશી, સાનિયા સમા, સંકેત ડોબરીયા અને અમિત ગોંડલીયા વિજેતા થયા હતા આ કાર્યક્રમનું સંચાલન  ઉદયભાઈ ખુમાણે કર્યું હતું જ્યારે કાર્યક્રમની રૂપરેખા માટે મહત્વની ભૂમિકા  કેવલભાઈ વેલાણી,તપનભાઇ જોશી અને શ્રી ક્રીપાલભાઈ રાઠોડ સાથે સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેકટર શૈલેષભાઇ દોશી અને સંચાલક  હિતેશભાઈ દોશી અને ટ્રસ્ટી  બળવંતભાઈ દોશીએ સ્ટાફને અભિનંદન પાઠવેલ કાર્યક્રમની આભારવિધિ શ્રી ર્ંમનીષભાઈ વિંઝુડાએ કરેલ.

(11:44 am IST)