Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વાંકાનેરના રાજવી પેલેસમાંસમા હિન્દી ફિલ્મ ''ધ ઘોસ્ટ''નું શુટીંગ

વાંકાનેર તા.૨૪: વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાના રાજવી પેલેસમાં ડાયરેકટર રાજેશજી અને પ્રોડયુસર રાજેશ તિવારી દ્વારા ''ધ ઘોસ્ટ'' ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યુ હતું.

આ ફિલ્મમાં એક સ્ટેચ્યુ બનાવેલ લેડીઝનું પુતળુ પણ સાથે લાવેલ તેને આ ફિલ્મમાં હોરરનેશતા લાવા માટે કશી કશર છોડી નથી ભુતનાગ્રંથ જેવી લાજવાબ ફિલ્મ બનાવા લાઇટીંગ વ્યવસ્થા સુપર કરી હતી તદ્દન ભીન્ન પ્રકારની આ હોરર ફિલ્મને સમગ્ર વિશ્વમાં બતાવા માટે વેબ સિરીજ બનાવી છે જેથી કોઇ સેન્સર બોર્ડની પરવાનગી વિનાજ જેટલી વાત રજુ કરવી હોય તેટલી બિનદાસ રજુ કરી શકે આવતા દિવસોમાં હવે નેટનો યુગ છે. લોકો વેબ સિરીઝ ફિલ્મો જોવાનું બહુજ પસંદ કરે છે. માટે એક નવા માધ્યમ માટે બનેલ વેબફિલ્મ 'ધ ઘોસ્ટ' એક નિહાળવા જેવી ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થશે.

ભાટી એનના ડાબ્બા હાથના અંગુઠાના સાત ઇંચ લાંબા નેઇલથી તમામ યુનિટના સભ્યો એટલા પ્રભાવિત થયા કે આ ફિલ્મના હિરો રાજેશ દુગલ, મધુરા નાયકે તો પોતાનું ચાલુ શુટીંગમાંથી સમય કાઢી પોતપોતાના મોબાઇલમાં ભાટીએનના નેઇલનો વિડીયો ઉતારી તેમાં નેઇલ વિશેની માહિતી માંગતા હોય તેવો વિડીયો આ બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ છે.

(3:45 pm IST)