Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સોનારીયા ગામની બાજુમાં ટ્રકની પલટી

પ્રભાસ પાટણ : વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે રોડ ઉપર સોનારીયા ગામની બાજુમાં કપીલા નદીનાં પુલ ઉપર રાત્રીના સમયે મોટો કોલસી ભરેલ ટ્રક કોઇ કારણોસર પલ્ટી મારી ગયેલ અને પુલની બાજુમાં પડેલ અને ટ્રકમાં ભરેલ કોલસી વેર-વિખેર જોવા મળેલ. આ ટ્રકની સામે કોઇ વાહન ન આવતું હોવાથી મોટી દુર્ધટના ટળી હતી. રાત્રીના સમયે ટ્રક ચાલક બેદરકારીની ચલાવતા હોવાથી આવી ઘટના બની હોય છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:43 am IST)