Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કોડીનારમાં પ્રશાસન દ્વારા NRC અંગેની બેઠક યોજાઇ

કોડીનાર તા. ર૪ :.. મામલતદાર કચેરી ખાતે જીલ્લા પોલીસ વડા, મામલતદાર તથા કોડીનાર પીઆઇની ઉપસ્થિતીમાં કોડીનાર શહેરન તમામ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લાગુ પડનારા એન. આર. સી. સહિતના કાયદાઓ વિશે સમજણ આપવામાં આવી હતી તેમજ આ કાયદાનું લઇને ખોટી ગેરસમજ ઉભી ન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. ખાસ કરીને પ્રજા અને પોલીસ વચ્ચે સંઘર્ષ ન થાય સમજણનો સેતુ બંધાઇ રહે તેવુ એસ. પી. વસાવા તથા મામલતદાર અસ્વારે સમજણ આપી હતી. આ કાયદાને લઇને લોકોમાં પણ જે ગેરસમજ હતી તે વાત રજૂ કરતા તેના વિશે પ્રશાસને સમજણ આપી હતી. ખાસ કરીને કોડીનાર પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી પી. આઇ. વિહોણુ હતુ તેમાં પી. આઇ. જી. કે. ભરવાડની નિમણુક કરાતા તેમની કાયદાકીય કામગીરીથી અસામાજીક પ્રવૃતિ કરતા લોકો ભુર્ગભમાં ઉતરી ગયા છે ત્યારે ઉપસ્થિત કોડીનાર ચેમ્બરના પ્રમુખ નગરપાલીકાના પ્રમુખ સહિતના હિન્દુ-મુસ્લીમ અગ્રણીઓ કોડીનાર શહેરની કોમી એખલાસ કાયમી જળવાઇ રહેશે તેવી પ્રશાસનને ખાત્રી આપી હતી.

(11:42 am IST)