Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઉનાના ઉમેજ ગામે ફળીયામાં વાવેતર કરેલ ૬પ હજારના ગાંજા સાથે યુવાન ઝડપાયો

ઉના, તા., ર૪: તાલુકાના ઉમેજ ગામે ફળીયામાં વાવેતર કરેલ ૬પ હજારના ગાંજાના છોડ સાથે બોઘા લાખા સોલંકી નામના યુવાનને પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

ઉનાના પીઆઇ શ્રી ચૌધરી તથા પીએસઆઇ જે.વી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફે ઉમેજ ગામે દરોડો પાડીને મકાનના ફળીયામાં વાવેતર કરેલ. ગાંજાના લીલા છોડ નંગ-૧૬ વજન ર૧,૬૬૦ કિલો કિ.૬પ૭૩૦ સાથે બોઘા લાખા સોલંકીને પકડી પાડયો હતો.

(11:42 am IST)