Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વીરપુર પાસેથી બાલાજી નર્સિંગ કોલેજમાં હોમગાર્ડ જવાનોની વિવિધ રમતોનું આયોજન

વીરપુરઃ સૌરાષ્ટ્ર ઝોનના ૧૩ જિલ્લાઓના હોમ ગાર્ડ જવાનોની વીરપુર પાસે આવેલ નર્સિંગ કોલેજના મેદાન ખાતે રમોત્સવ ૨૦૧૯ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોના વિજેતાઓ રાજય કક્ષાએ રમવા જશે.રમોત્સવ -૨૦૧૯ અંતર્ગત રાજકોટ જીલ્લાના વીરપુર પાસેની બાલાજી નર્સિંગ કોલેજના મેદાન ખાતે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ શહેર અને જિલ્લો, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, મોરબી તેમજ કચ્છ જીલ્લાના ૩૧૬ જેટલા હોમગાર્ડના ભાઈઓ-બહેનોએ કબડ્ડી, ગોળાફેક, રસ્સાખેંચ, લાંબી કૂદ , સો મીટર, આઠસો મીટર દોડ વગેરે સાત પ્રકારની રમોત્સવમાં ભાગ લીધો છે. અહીંની રમોત્સવની વિવિધ રમતોમાં વિજેતા થનારાઓ વિજેતાઓ રાજય કક્ષાના રમોત્સવમાં ભાગ લેવા જશે.આ રમોત્સવ કાર્યક્રમમાં અશોકભાઈ જોશી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ  અમરેલી,યોગેશભાઈ ડોબરીયા,જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ  જુનાગઢ, શંભુસિંહ સરવૈયા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભાવનગર તથા સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટ અધિકારી શ્રી પ્રવીણભાઈ સાવજ તથા સિનિયર પ્લાટુન કમાન્ડર હીમાંશુભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસવીરઃ કિશન મોરબીયા)

(11:41 am IST)