Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઉના પાસે બસમાં બેસવા બાબતે માથાકુટ કરીને ૩ શખ્સોએ કલિનરને માર મારીને ધમકી

ઉના તા. ર૪ :.. ઉના નજીક ગાંગડા ગામના રસ્તા ઉપર ખાનગી ટ્રાવેલ્સની બસ ૩ શખ્સોએ ઉભી રખાવીને બેસવા બાબતે માથાકુટ કરીને બસના કલીનર ગફારભાઇ ઉસ્માનભાઇ મંધરા રે. મેણ  (ઉના) ને મોઢામાં તથા હાથમાં માર મારીને ઇજા કરીને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં કલીનર ગફારભાઇએ જણાવેલ કે આરોપીઓ રમેશ ડાયા, સામંત ડાય અને જયંતી ડાયા રે. ગાંગડાવાળાએ રસ્તામાં ખાનગી ટ્રાવેલ્સની બસ ઉભી રખાવીને બસમાં બેસવા બાબતે માથાકુટ કરીને મોઢા તથા હાથમાં માર મારીને ઇજા કરીને મારી નાખવાની ધમકી આપી હતી. જમાદાર એ. વી. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)