Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

આંધ્ર પ્રદેશના ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવારની ઇચ્છા મુજબ અંતિમવિધી કરાવી

વાંકાનેર એકતા ગ્રુપે વધુ એક માનવતાનું કાર્ય કર્યુ

વાંકાનેર તા. ર૪ :.. એકતા ગ્રુપ અને વાર્કસ ગ્રુપે વધુ એક સેવાનું કાર્ય કરી આંધ્ર પ્રદેશના ટ્રક ડ્રાઇવરના મૃતદેહને અવ્વલ મંજીલે પહોંચાડવાનું કાર્ય કર્યુ હતું.

આંધ્ર પ્રદેશના ગુડ નાવલીરૂ ગામના વતની વેન્કેટશ્વર કવાકુલ ઉ.પ૭ વાળા ટ્રક ડ્રાઇવર ત્રણ દિવસ પહેલા આંધ્ર પ્રદેશથી વાંકાનેર કે મોરબી વિસ્તારમાં માલ ભરીને ઉતારવા આવેલ. માલ ઉતારી રીર્ટન ભાડાની રાહમાં વાંકાનેર-મોરબી હાઇવે પરના મનીષભાઇ રાચ્છના જલારામ ટ્રાન્સપોર્ટે ટ્રક પાર્ક કરી રોકાણા હતા બે દિવસ પહેલ ટ્રક ડ્રાઇવર વેન્કેટશ્વરની તબીયત બગડતા જલારામ ટ્રાન્સપોર્ટ વાળા મનીષભાઇ અને તેનો સ્ટાફે ટ્રક ડ્રાઇવરની હોસ્પીટલે ખસેડી સારવાર કરાવેલ પરંતુ નસીબની બલીહારી એ સારવાર કારગત નીવડે તે પહેલા હાર્ટ એટેક આવી જતા તેનું મૃત્યુ થયું હતું.

શહેર પોલીસને જાણ કરતા તે પણ હોસ્પીટલે પહોંચી જઇ ધોરણસરના કાગળો કરી પી. એમ. ની વીધી કરી હતી. ટ્રક ડ્રાઇવરના મોબાઇલ નંબરના આધારે તેન પરિવારનો સંપર્ક કરી આ બનાવથી વાકેફ કરી તેને વાંકાનેર બોલાવવામાં આવતા મૃતક ટ્રક ડ્રાઇવર વેન્કેટશ્વર કવાકુલન પત્ની - પુત્ર અને તેનો ભાઇ વિર ગોપાલરામ બધા વાંકાનેર દોડી આવેલ મૃતદેહ બે દિવસ થઇ ગયો હોય વાંકાનેરમાં જ હિન્દુ - સંસ્કૃતિ મુજબ અગ્ની દાહની ઇચ્છા વ્યકત કરતા ઉપરોકત ગ્રુપને જાણ કરતા એકતા ગ્રુપના સ્થાપક દલપતગરભાઇ ગોસ્વામી, મનીષ ગોહેલ, જયદીપ હંસોરા, રૂષીભાઇ જોબનપુત્રા, વોકર્સ ગ્રુપના બીપીનભાઇ દોશી સહિતના સેવકો અંતિમવીધીની સામગ્રી સાથે સરકારી હોસ્પીટના પી. એમ. રૂમે પહોંચી થઇ મૃતકના પરિવારજનોના હસ્તે સંપુર્ણ વિધી સંપન કરાવી હતી.

મૃતક ટ્રક ડ્રાઇવરના પરિવારની આર્થિક સ્થીતી ઘણી ખરાબ હોય જલારામ ટ્રાન્સપોર્ટના મનીષભઇ રાચ્છને આ વાતની જાણ થતા તેઓએ રેલ્વે ટ્રેન મારફત રીઝર્વેશન કરી આપી માનવતા મહેકાવી પ્રેરણાદાય કાર્ય કર્યુ હતું.

(11:40 am IST)