Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બીલખામાં ગ્રાહકનાં બેંક ખાતામાંથી રૂ. પપ૩૭૯ની ઓનલાઇન ઠગાઇ

જુનાગઢ તા. ર૪: બીલખામાં ગ્રાહકનાં બેંક ખાતામાંથી અજાણ્યા મોબાઇલ ફોન ધારકે રૂ. પપ૩૭૯ ની રકમ ઉપાડી લઇ ઓનલાઇન ઠગાઇ કરી હોવાનું જાણવા મળેલ છે.

હાલ જુનાગઢનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા અને મૂળ અવતડીયા (બીલખા) નાં વતની વિમલ છગનભાઇ લુહાર બીલખા સ્થિત એસબીઆઇ શાખામાં ખાતું ધરાવે છે.

પરંતુ તેમની જાણ બહાર ગત તા. ૩૧ ઓકટોબરનાં રોજ ૬ર૦રર૯૪પ૩૮ નંબરનાં ફોન ધારકે ઓનલાઇન વિમલભાઇનાં ખાતામાંથી રૂ. પપ,૩૭૯ ની રકમ ઉપાડી લીધી હતી.

આ પ્રમાણે ઓનલાઇન સ્ત્રોત દ્વારા ઠગાઇ આચરી હોવાની ફરિયાદ થતાં બીલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ એન. બી. બારોટ ચલાવી રહ્યા છે.

(11:39 am IST)