Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ૧૦૦ ફુટ ઉંચા સ્તંભ ઉપર તિરંગો લહેરાશે

ગાંધીજીની ૧પ૦મી જયંતિ વર્ષ ઉજવણી અવસરે હેરીટેજ રેલ્વે સ્ટેશનને ખાસ દરજજોઃ રેલ્વે સ્ટેશનમાં ગાંધીજીના જીવન ચરીત્ર અંગે ફોટો ગેલેરી અને ચરખો

પોરબંદર તા. ર૪ :.. ૧ર૦ વર્ષ જૂના રેલ્વે સ્ટેશનના પટાંગણમાં ૧૦૦ ફુટ ઉંચા સ્તંભ ઉપર તિરંગો લહેરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીજીની ૧પ૦ મી જયંતી વર્ષ ઉજવણી ચાલી રહી હોય હેરીટેજ રેલ્વે સ્ટેશનને ખાસ દરજજો આપીને પટ્ટાંગણમાં તિરંગો લહેરાવવમાં આવશે.

પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થાન કીર્તિ મંદિર તથા પ્રસિધ્ધ સુદામા મંદિરે આવતા યાત્રિકોને ગાંધીજીના જન્મભૂમિની અનુભૂતી થાય તેવા હેતુથી રેલ્વે સ્ટેશનમાં તિરંગો લહેરાવવાનું આયોજન કરેલ છે.

રેલવે સ્ટેશનમાં તિરંગો લહેરાવવા અંગે પુર્વ ડીઆરયુસીસી સભ્ય એચ. એમ. પારેખ લાંબા સમયથી રેલ્વે સત્તાવાળાઓને સતત રજૂઆતો કરી હતી જેને સફળતા મળી છે.

રેલ્વે સ્ટેશન ઉપર ગાંધીજીના જીવન ચરીત્ર દર્શાવતા ફોટાની ગેલેરી ઉભી કરવામાં અવી છે ઉપરાંત ગાંધીજીના પ્રિય ચરખો રાખેલ છે. પોરબંદરનું રેલવે સ્ટેશન રાજાશાહી વખતનું છે.

(11:39 am IST)