Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગોંડલ પંથકની સગીરાના દુષ્કર્મના કેસમાં પકડાયેલ ગોંડલના ચરખડી ગામના શખ્સને ૧૦ વર્ષની સજા

ગોંડલ તા. ર૪ :.. ગોંડલ તાલુકાની સગીરા ઉ.૧૬ ની સાથે દુષ્કર્મ કરવાના ગુન્હામાં આરોપી અશ્વિન ઉર્ફે નીતિન સોમાભાઇ રાઠોડે ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલતે ચુકાદો આપેલ હતો.

આ કેસની ટૂંકી હકિકત એવી છે કે રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકામાં રહેતી ભોગ બનનાર સગીરા તા. ૮-૧-૧પ ના રોજ પોતાના ગામમાં સ્કુલે ગયેલ હતી ત્યારે સવારના આશરે દસેક વાગ્યે આ કામનો આરોપી અશ્વિન ઉર્ફે નીતિન સોમાભાઇ રાઠોડ (ચરખડી) ભોગ બનનારને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે વાલીપણમાંથી ભગાડી ગયેલ તે બાબતની ફરીયદ ભોગ બનનારના પિતા એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને પોલીસે ભારતીય દંડ સહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ પોકસો એકટની કલમ ૪ મુજબનો ગુન્હો દાખલ કરેલ હતો.

ત્યારબાદ ભોગ બનનાર સગીરાની પોલીસે શોધખોળ કરેલ એ સગીરા મળી આવતા સગીરાએ જણાવેલ કે આરોપી અશ્વિન ઉર્ફે નીતિન સોમાભાઇ રાઠોડ મને જુનાગઢ, વેરાવળ તેમજ કોડીનાર લઇ ગયેલ અને ત્યાં મારી સાથે મારી મરજી વિરૂધ્ધ ચાર થી પાંચ વખત દુષ્કર્મ કરેલ જેથી પોલીસે આરોપી અશ્વિન ઉર્ફે નીતિનની ધરપકડ કરેલ હતી.

ત્યારબાદ આ કામના આરોપી સામે સદરના ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા  સરકારશ્રી તરફે દસ્તવેજો પુરાવો રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રી તરફે કુલ ૧૬ સાહેદો તપસવામાં આવેલ અને સેશન્સ અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની, તથા તેની માતાની જુબાની તથ ડોકટરશ્રીની જુબાની તેમજ અન્ય સાહેદોની જુબાનીને પુરાવામાં ગાહય રાખી અને સરકારકી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયાની દલીલોને ધ્યાને લઇ આરોપી અશ્વિન ઉર્ફે નીતિન સોમાભઇ રાઠોડને ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ ર૦૧ર ની કલમ-૬ મુજબન ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેેશન્સ જજ શ્રી એમ. પી.  પુરોહિતે દસ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતાં.

(11:06 am IST)