Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કચ્છમાં કાળચક્રઃ એક દિ'માં ૭ના મોત

જુદા-જુદા અકસ્માતમાં ૪ અને જુદા જુદા આપઘાતમાં ૩ના મોતથી અરેરાટી

ભુજ,તા.૨૪:  કચ્છમાં આપદ્યાત અને અકસ્માત બન્નેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગઈકાલે એક જ દિ'માં ૭ ના મોત નિપજયા હતા.

જેમાં આપદ્યાતના બનાવોમાં ભુજના બળદીયા ગામે લાલજી ખીમજી ભારવણ નામના ૪૦ વર્ષીય પુરુષે બીમારીથી કંટાળી ને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બીજા બનાવમાં મુન્દ્રા તાલુકાના ટપ્પર ગામે ૫૦ વર્ષીય ખેત મજૂર રામજી મમુ કોલીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો હતો.

ત્રીજા બનાવમાં અબડાસાના વલસરા ગામે રહેતા ૨૦ વર્ષીય યુવાન આમદ હુસેન પૈયાએ પોતાના દ્યેર ઝેરી દવા પી આયખું ટૂંકાવ્યું હતું. પોલીસે ત્રણેય બનાવોની અલગ અલગ તપાસ શરૂ કરી છે. અકસ્માતના બનાવોમાં ભુજના રેલડી ગામે હિટ એન્ડ રનના બનાવમાં અજાણી ટ્રકે હવાબાઈ અયુબ કક્કલ નામના ૬૫ વર્ષીય વૃદ્ઘાને હડફેટે લેતા તેમનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.

નખત્રાણાના કોટડા જડોદર ગામે ગાયને બચાવવા જતાં બાઇક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા ૨૬ વર્ષીય અબ્દુલ મામદ નોડેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. ભચાઉના લાકડીયા ગામ પાસે ટ્રેઇલર ચાલકે બાઇકને હડફેટે લેતા ૬૫ વર્ષીય બાઇક ચાલક કાનાભાઈ ભીમા આહીરનું ચગદાઈ જવાથી મોત નીપજયું હતું.

અકસ્માતના ચોથા બનાવમાં કંડલા બંદરે વેસ્ટ ગેટ પાસે તોતિંગ ટ્રેઇલર ચાલકે જોયા વગર વાહન રિવર્સમાં લેતાં ૧૮ વર્ષીય યુવાન કલીનર રામજશ ગાડરી પાછળના ટાયરના જોટા નીચે ચગદાઈ જતાં તેનું અરેરાટીભર્યું મોત નીપજયું હતું.

(11:05 am IST)