Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ભાવનગરના હાથબ ગામમાં શાળાની જમીન પર રાજકીય શખ્શનું દબાણ ! :ગ્રામજનોમાં ભારે રોષ

ગામના 200થી વધુ વિદ્યાર્થી, શિક્ષક અને ગામના આગેવાનો ધરણા પર બેઠા

ભાવનગરના હાથબ ગામે શાળાની જમીન પર રાજકીય શખ્શ દ્વારા દબાણ કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે શાળાના વિદ્યાર્થી સહિત શિક્ષકો ધરણા પર બેઠા છે. શાળાની જમીન રાજકીય શખ્સે દબાવી લેતા શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

 આ અંગે મળતી વિગત મુજબ . હાથબ ગામની મંગળભારતી લોકશાળાની 5થી 6 વીઘા જમીન પર રાજકીય શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. શાળાની જમીન પર રાજકીય શખ્સના દબાણને પગલે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે 200થી વધુ વિદ્યાર્થી, શિક્ષકો અને ગામના આગેવાન ધરણા પર બેસી વિરોધ કર્યો છે.

(1:00 am IST)