Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગીર સોમનાથના સોંદરડી ગામે વાડીમાં સુતેલા ખેડૂત પર દીપડાનો હુમલો: વનવિભાગ પહોંચ્યું

ધોકડવા બીટના સોંદરડી ગામે દીપડાએ હુમલો કરતા ખેડૂતને ઉના હોસ્પિટલે ખસેડાયા

ગીર સોમનાથના પૂર્વ વન વિસ્તારની જસાધાર રેંજમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. ધોકડવા બીટના સોંદરડી ગામે ખેડૂત પર જીવલેણ હુમલો થયો છે. વાડીમાં સુતેલા ખેડૂત પર દિપડાએ હુમલો કર્યો છે. જેથી ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વનવિભાગે દીપડાને પકડવા શરૂ કામગીરી કરી છે.

    તાજેતરમાં ગીરસોમનાથ-તલાલાના સેમરવાવ ગામમાં દીપડો દેખાયો હતો. ગામમાં સીદૂક નૂર મહમદ ગઢીયાના મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. આ દરમિયાન દીપડાએ બે બકરાનો શિકાર કર્યો હતો. મકાનમાં બેસી રહેલા બે મહિલા અને ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો હતો.

  આ ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને દીપડાને પાંજરામાં પૂર્યો હતો. ત્યારે રવિવારે ધોકડવા બીટના સોંદરડી ગામે ખેડૂત પર જીવલેણ હુમલો દીપડાએ કર્યો હતો.

(8:45 am IST)