Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઉના- અમદાવાદ વચ્ચેની ખાનગી બસમાં લૂંટ: ક્લિનરને માર મારી રોકડ લઈને લૂંટારુઓ ફરાર

ગાંગડા ચેકપોસ્ટ પાસેચાર શખ્સોએ બસને રોકીને લૂંટ ચલાવી ફરાર

અમદાવાદ : ઉના અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી બસમાં ગાંગડા ચેકપોસ્ટ પાસે લૂંટની ઘટના બની છે. 4 અજ્ઞાત વ્યક્તિ દ્વારા બસને રોકી અને લૂંટવાની કોશિષ કરતા ક્લિનરે ચારેય શખ્સોનો વિરોધ કર્યો હતો. જે બાદ ચારેય લૂંટારુ શખ્સોએ બસના ક્લીનરને માર માર્યો હતો. જે બાદ ચારેય શખ્સો રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

(11:33 pm IST)