Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

શાહજહાં જતું દ્વારકાનું 'રહેમાન ' નામનું માલવાહક દરિયામાં ડૂબ્યું :તમામ 10 ખલાસીઓને બચાવાયા

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વધુ એક વહાણ દરિયામાં ડૂબી ગયું છે. બેટ દ્વારકાનુ 'રહેમાન 'નામનુ માલવાહક જહાજ શાહજહા જઇ રહ્યું હતું. આ દરમિયાન જહાજમાં પાણી ભરાઇ જતા તે સમુદ્રમાં ગરકાવ થઇ ગયું છે.

 આ જહાજમાં રહેલા ખલાસીઓએ સ્મોક ઇન્ડિકેશન આપીને મદદ માંગતા અન્ય બોટે આવી હતી અને તમામ 10 ખલાસીઓને બચાવી લીધા હતા.

(8:45 am IST)