Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખના પુત્રોનાં જુગારધામમાં સૌરાષ્ટ્રમાંથી અનેક શખ્સો આવતા : અડધા કરોડનો મુદ્દામાલ જપ્ત : ૪ નાશી છૂટ્યા

એસેલ પાર્ક પાર્ટી પ્લોટમાં જુગાર રમતા મહિલા-પુરૂષો સહિત ૨૦ ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૪: જૂનાગઢનાં એસેલ પાર્ક પાર્ટી પ્લોટમાંથી હાઇપ્રોફાઇઝ જુગાર ધામ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ભાજપનાં પૂર્વ પ્રમુખ કરશન ધડુકના પુત્રો મનીષ અને વિરલ ધડુક તથા અન્ય મહિલા તથા પુરૂષો સહિત ૨૦ શખ્સો જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.

મનીષ કરશન ધડુક અને વિરલ કરશન ધડુક એસેલ પાર્ક પાર્ટી પ્લોટમાં સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારમાંથી જુગાર રમવા બોલાવતા હોવાનું ખુલ્યુ છે. પોલીસે જુગાર ધામ ખાતેથી રૂ. ૪૯.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જૂનાગઢ એસઓજી ગ્રુપે એસેલ પાર્ક પાર્ટી પ્લોટમાં દરોડો પાડીને મનીષ કરશનભાઇ ધડુક ઉવ.૪૯ ધંધો. વેપાર રહે. જૂનાગઢ એસલ પાર્ક સક્કરબાગની સામે, વિરલ કરશનભાઇ પટેલ ઉવ.૪૦ ધંધો વેપાર રહે. જૂનાગઢ એસલ પાર્ક સક્કરબાગની સામે, અજય મગનભાઇ લીંબાસીયા પટેલ ઉવ. ૩૯ ધંધો વેપાર રહે. રાજકોટ રણછોડનગર વેકરીયા મેઇન રોડ, પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળીયા પટેલ ઉવ.૪૪ ધંધો વેપાર રહે. રાજકોટ રણછોડ નગર વેકરીયા મેઇન રોડ, હાજાભાઇ રાણાભાઇ મુળીયાસીયા મર ઉવ. ૬૧ ધંધો ખેતી રહે. ધંધુસર, જૂના કુંભારવાડ તા. વંથલી જી.જૂનાગઢ, જેન્તીભાઇ બચુભાઇ ડોબરીયા પટેલ ઉવ. ૬૦ ધંધો ખેતી રહે. ઉપલેટા જીરાપા પ્લોટ, કિશન ધનસુખભાઇ કાપડી બાવાજી ઉવ. ૨૦ ધંધો ખેતી રહે. બેરાજા, તા. જામખંભાળીયા જી.દેવભૂમી દ્વારકા, ગોવિંદ મેરામણભાઇ ચાવડા આહિર ઉવ. ૩૮ ધંધો ખેતી રહે. બેરાજ તા. જામખંભાળીયા જી. દેવભૂમી દ્વારકા, કરશનભાઇ નારણભાઇ કાંબરીયા આહિર ઉવ. ૪૩ ધંધો ખેત રહે. જામખંભાળીયા, યોગેશ્વર નગર જી. દેવભૂમી દ્વારકા, જલ્પેશ કિરીટભાઇ પંડ્યા બ્રાહ્મણ ઉવ.૩૧ ધંધો વેપાર રહે. જામનગર સત્યમ કોલોની શેરી નં. ૧, ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલીયા લુહાણા ઉવ.૩૩ ધંધો વેપાર રહે. નવાગઢ પટેલ ડાઉનની બાજુમાં તા. જેતપુર જી. રાજકોટ. મીલન જગદિશભાઇ રાયચુરા લુહાણા ઉવ. ૨૨ ધંધો મજુરી રહે. નવાગઢ પટેલ ડાઉનની બાજુમાં તા. જેતપુર જી. રાજકોટ, મહેશ ધીરૂભાઇ સેજલીયા પટેલ ઉવ.૪૪ ધંધો. ખેતી રહે. ગોરવીયાળી તા. ભેંસાણ જી. જૂનાગઢ, ગોવિંદભાઇ પોપટભાઇ ડઢાણીયા પટેલ ઉવ. ૬૧ ધંધો ખેત રહે. મોટી વાવડી તા ધોરાજી જી. રાજકોટ, કારાભાઇ દાનાભાઇ કરમટા રબારી ઉવ. ૩૩ ધંધો મજુરી રહે. જૂનાગઢ ગાંધીગ્રામ સીટી બસ કોલોની શેરી નં. ૫. સાજણભાઇ જોધાભાઇ આંબલીયા આહિર ઉવ. ૪૦ ધંધો ખેતી રહે. હંજડાપર તા. જામખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, પ્રદિપ કિર્તિભાઇ ત્રિવેદી બ્રાહ્મણ ઉવ. ૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે. હાપા રેલ્વે સ્ટેશન પાસે જી. જામનગર, ગીતાબેન ચમનભાઇ રામજીભાઇ વાંસજાળીયા પટેલ ઉવ. ૪૦ રહે. જામનગર ખોડીયાર કોલોની સત્યમ કોલોની આહિર સમાજની બાજુમાં, હેતલબેન જીગ્રેશભાઇ ધીરૂભાઇ વઘાસીયા પટેલ ઉવ. ૩૨ રહે. જૂનાગડ ખામધ્રોળ રોડ નવી આર.ટી.ઓ ઓફીસની સામે ની ધરપકડ કરી હતી.

પોલીસેને જોઇએ હરભમભાઇ રહે. પોરબંદર, અજીતભાઇ રહે. જૂનાગઢ, જલ્પેશ ઉર્ફે જપુ, દેવાભાઇ મેર રહે. જૂનાગઢ નાશી છૂટ્યા હતા. પોલીસે તેની શોધખોળ આદરી છે.

પોલીસે રોકડ રૂપિયા રૂ. ૧૪,૦૯,૩૬૫, મોબાઇલ નં. ૧૮ કિ. રૂ. ૮૬,૦૦૦ ફોર વ્હિલર વાહનો નંગ -૪ કિ.રૂ. ૩૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૪૯,૯૫,૩૬૫ જપ્ત કરેલ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રો.હી જુગારની બદી નેસ્તુ નાબુદ કરવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી. ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ. જે.એમ.વાળા તથા પો. સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

જૂનાગઢ સક્કરબાગની સામે આવેલ એસેલ પાર્ક પાર્ટી પ્લોટના માલીકો બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જેથી હકીકત વાળી જગ્યાએ એસેલપાર્કમાં રેઇડ કરતાં પુરૂષો તથા સ્ત્રીઓ મળી કુલ -૨૦ આરોપીઓ રોકડ રૂપિયા રૂ. ૧૪,૦૯,૩૬૫ તથા મોબાઇલ નં. ૧૮ કિ. રૂ. ૮૬,૦૦૦ તથા ફોર વ્હિલર વાહનો નંગ -૪ કિ. રૂ. ૩૫,૦૦,૦૦૦ તથા જુગાર સાહિત્ય મળી કુલ કિ.રૂ. ૪૯,૯૫,૩૬૫ના મુદ્દામાલ સાથે મળી આવી કાર્યવાહી અર્થે બી ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જીના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા, એમ.જે. કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી. કુવાડીયા, એચ.કે. પીઠીયા, તથા પો. હેડ કોન્સ. સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ, પેરેશભાઇ ચાવડા, બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, રવિરાજ વાળા, જયેશભાઇ બકોત્રા તથા બી ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. કે.જે. પટેલ તથા વુ.એ.એસ.આઇ ડી.ડી.ડાંગર વિગેરે સ્ટાફ જોડાયો હતો.

(1:23 pm IST)
  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST