Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ગોંડલમાં કપાસના ગોડાઉનમાં આગ

ગોંડલ : ગોંડલના વાછરા રોડ ઉપર આવેલ કપાસના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઇ હતી. આગની ઘટના બાદ બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(12:36 pm IST)
  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST

  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST