Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

લાલપુરનાં નાંદુરીમાં ૧૯૩ છાત્રો વચ્ચે બે જ શિક્ષકઃ ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી

લાલપુર તા. ર૪ :.. અહીંથી ૭ કિ. મી.ના અંતરે આવેલ નાંદુરી ગામની પ્રાથમિક શાળામાં ૧૯૩ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ર જ શિક્ષકો હોવાથી ગ્રામજનો એકઠા થઇ આજ રોજ શાળાને તાળાબંધી કરવામાં આવી હતી.

અવાર-નવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય કરવામાં ન આવતા ગ્રામજનો રોષે ભરાયા હતાં. અને શાળાને તાળાબંધી કરી હતી.

(1:06 pm IST)