Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

દિવાળી પહેલા વીરપુરમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા

કમોસમી વરસાદને લઈ ખરીફ પાકને ભારે નુકસાન થવાની ભીતી

રાજકોટ :  દિવાળી પહેલા વીરપુરમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા ફેલાઈ છે કમોસમી વરસાદને પગલે  ખરીફ પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.  વરસાદને લઈ વેપારી આલમમાં પણ નિરાશા જોવા મળી રહી છે. બીજી બાજુ રાજકોટમાં વરસાદી છાંટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બેવડી ઋતુ જોવા મળી રહી છે. દિવસમાં ભારે ગરમી પડે છે તો મધરાત્રિએ ઠંડીનો ચમકારો અનભવાય છે. હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી હતી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિતા વધી ગઈ છે.ગુજરાતના કેટલાક શહેરોમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધતાં રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન ગગડતાં ગરમીમાં આશિંક રાહત મળી છે.

આ કમોસમી વરસાદને કારણે ખરીફ પાકમાં કેળ, કપાસ, તુવેર, મરચીના પાકને ભારે નુકસાન થવાની ભિતી ખેડૂતોમાં સેવાઇ રહી છે જો નિંદામણ, ખાતર, દવા છંટકાવની કામગીરી ચાલે છે

(9:11 pm IST)