Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કચ્છમાં હવે કોરોના હાંફી રહ્યો છે-નવા ૧૮ દર્દીઓ સાથે એકિટ્વ કેસ ઘટીને ર૭ર

ભુજ તા.ર૪ : તહેવારો અને પેટા ચૂંટણી વચ્ચે કચ્છમાં અત્યારે કોરોના હાંફી ગયો છે નવા કેસ અને એકિટ્વ દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. વર્તમાન સ્થિતિની આંકડાકિય વાત કરીએ તો નવા ૧૮ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા ર૬૪૭ થઇ છે જયારે એકિટ્વ કેસ પણ નોંધપાત્ર સંખ્યામાં ઘટીને ર૭ર થયા છે. સાજા થયેલા દર્દીઓ રરપપ છે. જો કે, મોતનો આંકડો હજીયે ચર્ચામાં છે. સરકારી ચોપડે ૭૦ મોત દર્શાવાયા છે. તો મોતનો બિનસત્તાવાર આંકડો ૧ર૦ હોવાની આશંકા છે

(11:45 am IST)