Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

રબારીકાના પાટીયે 'હિટ એન્ડ રન': સેલુકાના અરજણભાઇ વાળાનું મોત

અજાણ્યો વાહનચાલક સાઇકલને ઠોકરે લઇ ભાગી ગયોઃ વણકર પ્રોૈઢે રાજકોટમાં દમ તોડ્યોઃ સાડી ધોવાનું કામ કરવા જવા સવારે નીકળ્યા ને કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૨૪: જેતપુરના રબારીકા રોડ ના પાટીયા પાસે અજાણ્યા વાહને સાઇકલને ઠોકરે લેતાં ચાલક સેલુકા ગામના વણકર પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જેતપુરના સેલુકા ગામે રહેતાં અરજણભાઇ ગામજીભાઇ વાળા (ઉ.વ.૫૫) આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે સાઇકલ હંકારીને રબારીકા રોડ પર જતાં હતાં ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં અરજણભાઇને ગંભીર ઇજા થતાં જેતુપર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સીટી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સાડી ધોવાનું કામ કરતાં હતાં. સવારે કામે જવા નીકળ્યા હતાં અને કાળ ભેટી ગયો હતો. મૃતક ત્રણ ભાઇઓમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

(11:59 am IST)