Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પોરબંદરમાં પેટ્રોલ પમ્પમાં નોકરી કરતો યુવાન ઉઘરાણીના કરોડો રૂપીયા લઇને ફરાર ? : રોકાણકારોને વધુ વળતરની લાલચ આપી ફસાવ્યાની ચર્ચા

પોરબંદરઃ અહીંના પેટ્રોલ પંપમા નોકરી કરતો એક યુવાન રોકાણકારોને સારા વળતરની લાલચ આપીને  કરોડોની રકમ ઉઘરાવીને ફરાર થઇ જતા  તેમણે મોટી રકમ આપનારાઓના શ્વાસ અધ્ધર થઇ ગયાની ચર્ચા થઇ રહી છે.

આ યુવાનને પેટ્રોલ પંપની માલીકે વેટની ભરવાની આપેલ કરોડોની રકમ ભરવાને બદલે ઙ્ગ સાથે લઇ ગયેલ છે. સાથે અન્ય રોકાણકારો સહીત વ્યકિતઓના રૂપીયા લઇ ગયેલ છે. પેટ્રોલ પમ્પમા  પેટ્રોલ ભરવાનું કામ  કરતા યુવાન ઉપર માલિકે  વિશ્વાસ મુકીને   પેટ્રોલ પમ્પનું સંચાલન  સોંપી દીધુ હતુ ત્યારથી તે યુવાન  પેટ્રોલ પમ્પનો નાણાકીય વહીવટ  પણ સંભાળતો હતો.

 આ યુવાને બિલ્ડરો, આંગડીયા પેઢી, પોલીસ કર્મી.ઓ સહીત અનેક પાસેથી વિશ્વાસ કેળવીને મોટી રકમ ઉઘરાવી હતી  આ યુવાનને મોટી રકમ આપનારાને  કેટલાક દિવસથી ફરાર થયાની જાણ થતા યુવાનના ઘેર દોડી  ગયા હતા.  પરંતુ ઘેર પત્ની  એ ખબર નથી તેવો જવાબ  આપ્યો હતો.  પત્નીના મોબાઇલમાં  પતિના વોટસઅપ મેસેઝમાં ૧લી તારીખે આવુ છુ બધુ સમનમુ થઇ જશે તેવું વાંચવા મળ્યું હતુ. તેવી ચર્ચા થઇ રહી છે.

(8:35 pm IST)