Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જૂનાગઢના રિલાયન્સ મોલમાં કોર્પોરેશનની આરોગ્ય શાખાના દરોડા

૩૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૨પ હજારનો દંડ

જુનાગઢ,  તા.૨૪: મહાનગરપાલિકા ના કમિશનર પ્રકાશ સોલંકી ની સુચનાથી મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા મોતીબાગ રોડ પર આવેલ રીલાયન્સ મોલમાં ફુડ સેફ્ટીની રેડ માં કુલ ૩૨ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરી સ્થળ રૂ ૨૫.૦૦૦ નો દંડ ફટકારવામા આવ્યો.

મળતી માહીતી મુજબ મહાનગરપાલિકા ના કમિશનર પ્રકાશ સોલંકી ની સુચના મુજબ મહાનગરપાલિકા ફુડ વિભાગ ના આસી.કમિશનર પ્રફુલભાઇ કનેરીયા ફુડ ઇન્સપેકટરશ્રી નંદાણીયા તેેમજ સ્ટાફે આજરોજ મળેલ અરજી ના અનુસંધાને મોતીબાગ રોડ પર આવેલ રીલાયન્સ મોલમાં રેડ કરતા ૧૨ કિલો ખરાબ શાકભાજી અને ૩૦ કિલો અન્ય અખાધ માલ મળી કુલ ૪૨ કિલો માલ પકડી અને નાશ કરી સ્થળ પર રીલાયન્સ મોલને રૂ.૨૫૦૦૦ નો દંડ ફટકારેલ હતો મહાનગરપાલિકા ના અધીકારીશ્રી ની સરાનીહ કામગીરી થી પ્રજાજનોમાં સારો પ્રતિસાદ મળેલ છે.(૨૩.૬)

(2:57 pm IST)