Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગોંડલ લોહાણા મહાજનના હોદ્દેદારોની વરણી

ગોંડલ તા. ૨૪ : તાજેતરમાં ગોંડલ લોહાણા મહાજનની કારોબારી મળી હતી જેમાં વર્ષ ૨૦૧૮ થી શ્રી લોહાણા મહાજન ના પ્રમુખ પડે દીપકભાઈ સોનપાલ, ઉપપ્રમુખ પદે રમેશભાઈ કારિયા, મધુસુદનભાઈ તન્ના, મંત્રી તરીકે પ્રવીણભાઈ સોમૈયા, ચિરાગભાઈ સોનપાલ તેમજ કારોબારી સભ્યો ની નિમણુંક કરવા માં આવી હતી.

હાલ લોહાણા જ્ઞાતિ નીનવનિર્મિતઙ્ગ મહાજન વાડી ના રિનોવેશન કાર્ય પૂર્ણ થયેલ હોઈ તેમજ વાર્ષિકઙ્ગ હિસાબોના અહેલવાલ રજુ કરાયા હતા. ગત વર્ષના પ્રમુખ પ્રહલાદભાઈ પારેખના પ્રમુખ પદે તેમના દ્વારા કરાયેલ સરાહનીય કાર્યની પ્રશંસા કરાઈ હતી.

આગામી દિવસો માં જલારામ જયંતીના પર્વ અંતર્ગત વિગતવાર ચર્ચાઓ કરાઈ હતી અને ઉપસ્થિત સર્વે કારોબારી ના સર્વનું મતે એજન્ડાને બહાલી અપાઈ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન વિનોદ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.

(12:42 pm IST)