Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઉપલેટાના પાનેલી મોટી પંચાયતના સદસ્યએ કામમાં ગેરરીતિ થયાની ફરીયાદ

ઉપલેટા, તા. ર૪ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગ્રામ પંચાયતના વહીવટમાં અને ગામના વિકાસના કામમાં ગેરરીતિ થતી હોવાની ફરીયાદ સાથે પાનેલી ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના સદસ્ય નરસીદભાઇ પરમારે પાનેલી ગ્રામ પંચાયત કચેરીએ ઉપવાસ ઉપર બેઠેલા હતાં.

તેઓએ વહીવટ તંત્ર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને વિગતવાર પત્ર લખી જણાવેલ છે કે પંચાયતના રેકર્ડ ઉપર ખોટી સહીઓ ખોટી ગ્રામસભાઓ અને ૧૪મા નાણા પંચની ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચાર અને સ્થળ બદલી ગેરરીતિ થયેલ છે. આ કામોની તપાસ કરી જવાબદારો સામે પગલા લેવાની તેઓએ માંગણી કરેલ છે.

(12:13 pm IST)