Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કચ્છની દરિયાઇ સીમાએથી પાંચ પાકિસ્તાની ઝડપાયા

ઝડપાયેલા તમામ માછીમારો, બોટ વગર શું કરતા હતા? તે તપાસનો વિષય

ભુજ તા. ૨૪ : બીએસએફ એ પેટ્રોલીંગ દરમ્યાન પાંચ પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. ગઈકાલે સાંજે કોઠા વાળી ક્રીક નજીક પિલર નંબર ૩૧ થી ૩૩ નજીક આ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા.

 

દરમિયાન બીએસએફના સતાવાર સૂત્રોના જણાવ્યાનુસાર આ પાંચેય પાકિસ્તાનીઓ માછીમાર છે, તેમની પાસેથી કંઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી. પણ, આ પાકિસ્તાની માછીમારો બોટ વગર શું કરતા હતા તેની પૂછપરછ થઈ રહી છે.(૨૧.૧૬)

(12:08 pm IST)