Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

થાનના નવાગામમાં જુના મનદુઃખને લીધે કોળી યુવાન મહેશ પર હુમલો

મહેશ અવચર, અશોક અવચર સહિત પાંચ જણાએ ફટકાર્યો

રાજકોટ તા. ૨૪: થાનના નવાગામમાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મહેશ સુરેશભાઇ મીઠાપરા (ઉ.૨૫) નામના કોળી યુવાનને રાત્રે દસેક વાગ્યે બાઇક હંકારી નવાગામ-વિજયળીયા રોડ પરથી જતો હતો ત્યારે સરકારી શાળા પાસે મહેશ અવચર કોળી, અશોક અવચર કોળી અને અજાણ્યા શખ્સોએ અટકાવી ધોકાથી માર મારતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. અગાઉ કારખાનામાં સાથે કામ કરતી વખતે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ થાન પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

 

(11:43 am IST)