Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિ' ઝાકળવર્ષા

વહેલી સવારે ખુશનુમા વાતાવરણઃ જોકે આખો દિવસ ગરમીઃ રાજકોટમાં સવારે ઝાકળવર્ષા : ફલાઈટો મોડી

રાજકોટ : છેલ્લા બે - ત્રણ દિવસથી સવારના સમયે ઝાકળવર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળે છે. જાણે હીલસ્ટેશન હોય તેવું વાતાવરણ બની જાય છે. ગઈકાલ કરતા આજે ઝાકળનું પ્રમાણ વધુ જોવા મળતુ હતું. વાહનચાલકોએ લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઝાકળના લીધે આજે સવારની ફલાઈટો પણ ૯ વાગ્યા બાદ કાર્યરત થઈ હતી. આવતીકાલે પણ ઝાકળવર્ષા રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાના આગમનને હજુ ઘણો સમય હોવાનું જણાવાયું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે ઝાકળવર્ષાનો અનુભવ થઇ રહ્યો છે. અને વહેલી સવારે તથા

મોડી રાત્રીના ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. અને શિયાળાનું આગમન થયુ હોય તેવુ વાતાવરણ અનુભવાય છે. જો કે સવારના સમયે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરનાં સમયે અસહ્ય ઉકળાટ સાથે ઉનાળા જેવી ગરમી પડે છે.

(11:11 am IST)