Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મોરબીઃ એસ. ટી. ડેપોની બસોમાં બ્રેકડાઉન રૂટ કેન્સલ વગેરે પ્રશ્નોથી લોકો ત્રાહિમામ

મોરબી તા.૨૪: એસ.ટી. ડેપોનો વહીવટ બગડી ગયેલ છે. બસ સમયસર ઉપડવી નહી રસ્તામાં બ્રેક ડાઉન થવી કેન્સલ થવી આવી અનેક સમસ્યાથી મોરબીની મુસાફર જનતા ત્રાહિમામ પોકારી ગયેલ છે. અને ના છુટકે પ્રાઇવેટ વાહનનો આશરો લેવાની ફરજ પડે છે.

સ્થાનિક એસ.ટી. અધિકારી હતા તમામ બાબતથી વાકેફ હતા અને તેમનો મેનેજર તરીકે મુકવા આ વિસ્તારની માંગણી સાથે પી.પી.જોષીએ વાહન વ્યવહાર મંત્રી ગાંધીનગર ખાતે રજુઆત કરેલ છે.

(10:04 am IST)