Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

લીંબડીમાં એક જ પરિવારના ૩ સભ્યોને ડેન્ગ્યુ

વઢવાણ તા.ર૪ : સુરેન્દ્રનગરના લીંબડીમાં એક જ પરિવારના ૩ સભ્યોને ડેન્ગ્યુ થતા તાત્કાલીક સારવારમાં ખસેડેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અવાર નવાર રોગચાળો માંદગી લોકોના મોત સહિતની ઘટનાઓ બનતાજ રહે છે. આ અગાઉ કોંગો નામના રોગચાળામાં બે મહિલાના મોત થયા જયારે ડેન્ગ્યુમાં પણ એક મોત લીબડીમાં થયું છે.

આમ છતા પણ આરોગ્ય શાખા સાફ સફાઇ શહેની ગંદકી દવાનો છંટકાવ કલોરીન યુકત પાણી પાણીમાં ફટકડી ફેરવવા સહિતની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ રહેલી છે લીબડીમાં અનેક વોર્ડમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા રહ્યા છે.

(1:19 pm IST)