Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વાલસુરા નેવીના અધિકારીનો ગુમ થયેલ થેલો મળી આવતા પરત સોંપી આપતી જામનગર એલસીબી પોલીસ

જામનગર, તા., ૨૪: જામનગર એલસીબીમાં ફરજ બજાવતા મિતેશભાઇ કાનજીભાઇ પટેલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ક્રિકેટ બંગલા રોડ ઉપર તુલશી હોટેલ નજીક આવેલ એક કોમ્પલેક્ષના પાર્કીગમાંથી એક બિનવારસુ થેલો મળી આવતા જે થેલમાં રોકડ રૂ. ૮૪પ૦ તથા વાલસુરા નેવીમાં ફરજ બજાવતા અધિકારી હિમાંશુ રાજેશ શુકલાના અસલ નેવીનું આઇકાડ, એસબીઆઇ બેંકનું એટીએમ કાર્ડ , પાનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવંીંગ લાયસન્સ   તથા મકાન તથા બુલેટ ગાડીની ચાવી તથા મોબાઇલ ચાર્જર, સ્પીકર તથા નેવીના પાંચ જવાનોના અલગ-અલગ નામના કેન્ટીનના ઓરીજનલ કાર્ડ વિગેરે ચીજવસ્તુઓ ભરેલ થેલો મળી આવેલ અને જે થેલાની અંદર રહેલ ડોકયુમેન્ટમાં લખેલ મોબાઇલ નંબર આધારે નેવીના અધિકારી હિમાંશુ રાજેશ શુકલાનો સંપર્ક કરી તેઓને ઉપરોકત રોકડ સહીતન તમામ ચીજવસ્તુઓ સોંપી આપી એલસીબીના પોલીસ કોન્સ. મિતેશભાઇ કાનજીભાઇ પટેલએ પ્રમાણીકતા  દાખવી  નેવીના જવાનને એક પોલીસ જવાને ગુમ થયેલ થેલો પરત સોંપી આપી સરાહનીય કામગીરી કરી જામનગર પોલીસનું ગૌરવ વધારેલ છે.

(1:10 pm IST)