Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પોરબંદરના દરિયાકિનારે માછીમારો દ્વારા ઘનિષ્ટ સફાઇ હાથ ધરાઇ

પોરબંદર તા.૨૪ : ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનપ ડે ૨૦૧૯ નિમિતે માછીમાર વિસ્તારના અસ્માવટીઘાટના સમુદ્ર કિનારા ઉપર સ્વચ્છ સાગર અભિગાન હાથ ધરાયેલ હતુ.

ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીનપ ડે - નિમીતે

દેશનો સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતને ૧૬૫૦ કીમી મળેલ છે. ત્યારે આ દરિયાકિનારા ઉપર સ્વચ્છતા જળવાઇ રહે તે પણ જરૂરી છે જેથી દર વર્ષે દરમિયાન આ દિવસે ભારતીય તટ રક્ષક દળ દ્વારા દરિયા કિનારાની સફાઇ કરાતી હોય છે.

ભારતીય તટ રક્ષક દળના માર્ગદર્શન હેઠળ માછીમારો એકત્રીત થઇ તેમના વિસ્તારમાં સમુદ્ર કિનારા ઉપર સફાઇ અભિયાન ચલાવેલ હતુ. તેમાં બહોળી સંખ્યામાં માછીમારો જોડાયા હતા. આવનારા દિવસોમાં દરિયાકિનારો જેટલો સાફસુધરો રહેશે એટલો જ માછીમારોને ફાયદારૂપ રહેશે માટે પોરબંદર બોટ એશો. અને પોરબંદર માછીમાર પીલાણા એશો. દ્વારા માછીમારોને જાગૃત કરવામાં આવેલ હતા કે ભવિષ્યમાં માછીમારી વ્યવસાય ટકાવી રાખવા માટે દરિયાકિનારાની સફાઇ રાખવી જરૂરી છે.

આ સફાઇ અભિયાનમાં ભારતીય તટ રક્ષક દળ માછીમાર બોટ એશો.ના સભ્યશ્રીઓ, માછીમાર પીલાણા એશો.ના સભ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં માછીમાર ભાઇઓ જોડાયા હતા.

(11:50 am IST)