Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હળવદ માર્કેટ યાર્ડમાં કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી

 હળવદ,તા.૨૪: માત્ર બે દિવસમાં જ રૂપિયા ૨૦૦ થી ૩૦૦ જેટલા કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો. જેના પગલે હળવદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ગઇ કાલે હરેરાજી બંધખ કરાવીને વિરોધ વ્યકત કર્યો હતો. એકઠા થયેલા ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવીને યોગ્ય ભાવ આપવા માંગ કરી હતી.

 ખેડૂતોના જણાવ્યા મુજબ હાલમાં કપાસીયા અને ખોળનો ભાવ જે હતો. એ જ છે. એમાં ભાવ ઘટયો નથી તેવામાં ગઇ કાલે હળવદ માર્કેટ યાર્ડમાં બે દિવસ પહેલા જે કપાસનો ભાવ એક હજાર થી બારસો રૂપિયા હતો તે આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા બોલાય છે. જેથી કપાસનો યોગ્ય ભાવ મળીએ તેવી ખેડૂતોએ માંગ કરી હતી. અને હરેરાજી બંધ કરાવી હતી.

 હળવદ માર્કેટ યાર્ડમાં સીતેર થી એંશી હજાર મણ કપાસની આવક સિઝનમાં નોંધાતછ હોય છે. ત્યારે હાલમ કપાસની આવક શરૂ થઇ છે. ત્યારે જ ભાવને લઇને દેકારો બોલી ગયો છે.

(11:37 am IST)