Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભુજ પીયુસી કૌભાંડનો રેલો મુન્દ્રા પહોંચ્યોઃ ભુજપુર ગામેથી વધુ એક શખ્સની ધરપકડ

 ભુજ, તા.૨૪: રવિવારે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ઝડપેલાં બોગસ પીયુસી પ્રમાણપત્ર કૌભાંડનો રેલો મુન્દ્રા પહોંચ્યો છે.

મુન્દ્રા પોલીસે ભુજપુર ગામે દરોડો પાડીને બોગસ પીયુસી પ્રમાણપત્ર કૌભાંડમાં નારાણ સેડા નામના શખ્સની ધરપકડ કરી છે. મુન્દ્રાના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. ઝાલા, પીએસઆઇ પી.કે. લીંબાચીયા અને સ્ટાફે ભુજપુર ગામે મહાવીર કોમ્પ્લેકસમાં દરોડો પાડીને નારાણ સેડા નામના શખ્સને પ્રિન્ટર, કોરા ફોર્મ સહિત ૨૮ હજારનો મુદ્દામાલ અને ૬૭૦ ની રોકડ રકમ જપ્ત કર્યા હતા.

ભુજમાં ઝડપાયેલો પીયુસી કૌભાંડના માસ્ટર માઇન્ડ જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ અહીં પણ પીયુસી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. પીયુસી કૌભાંડના તાર હજીયે કયાં અન્યત્ર જોડાયેલા છે કે નહીં તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)