Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હળવદ મહર્ષિ ગુરૂકુળમાં એનસીસી કેડેટ માટે ૨૫- વિદ્યાર્થી ૨૫- વિદ્યાર્થીનીઓની પસંદગી

પરેડ, હથિયારો ચલાવવાની તાલીમ, ઘોડે સવારીની તાલીમ અપાશે

હળવદ તા. ૨૪: મહર્ષિ ગુરુકુળ ખાતે N.C.Cકેડેટ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

N.C.C એટલે નેશનલ કેડેટ કોર જે ભારત સરકારના રક્ષા મંત્રાલય (ડિફેન્સ મિનિસ્ટ્રી)ના આર્મી વિંગ થલસેના અંતર્ગત કાર્યરત છે જેનું જોડાણ મહર્ષિ ગુરુકુલ સાથે થયેલ હોય જેથી હવે હળવદના વિદ્યાર્થીઓ પણ આર્મીની તાલીમ લઇ શકશે જેમાં બાળકો ને પરેડ, હથિયારો ચલાવવાની તાલીમ,મેપ રેટિંગ,એડવેન્ચર,એકિટવિટીઝ,આર્ટિલરી (ટોપ), ફાયરિંગ ઘોડેસવારી જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે

જેનાથી બાળકોમાં દેશ પ્રત્યે માન-સન્માન ની સાથે સાથે રાષ્ટ્ર ભાવના  પણ ખીલશે અને આદર્શ નેતૃત્વનું નિર્માણ,ડિસિઝનપાવર,હાર્ડવર્ક, ડિસિપ્લિન જેવા ગુણો થકી વિદ્યાર્થી માત્ર વિદ્યાર્થીના રહેતા ભારતમાતાના વીર સૈનિક બને એવું ઘડતર પણ થશે

આમ જોવા જઈએ તો હળવદ જેવા નાના તાલુકામાં પણ N.C.C ની માન્યતા મળવી હળવદ તાલુકા માટે એક ગૌરવ લઈ શકાય તેવી વાત છે આના થકી હળવદ ની ધરા માંથી પણ વીર જવાનો દેશની માં ભારતી ની  સેવા કરવા  જઈ શકે તેનું પ્લેટફોર્મ મહર્ષિ ગુરુકુલ થકી મળશે

થોડા સમય પહેલા ૨૬ ગુજરાત N.C.C બટાલિયનના કર્નલ તેમજ આર્મી સ્ટાફ એ  મહર્ષિ ગુરુકુળ નું ઇન્ફેકશન કરી પ્રભાવિત થયા હતા જેથી જ તેઓ દ્વારા હળવદ જેવડા નાના તાલુકામાં પણ N.C.C ની માન્યતા મહર્ષિ ગુરુકુળ ને આપી છે

ત્યારે આજે ૨૪૧ વિદ્યાર્થીઓએ એન.સી.સી માં જોડાવા માટે ભાગ લીધો હતો જેમાંથી એનસીસીના ધારાધોરણ પ્રમાણે આર્મી ની ભરતી મુજબ બાળકોનું સિલેકશન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫ વિદ્યાર્થી અને ૨૫ વિદ્યાર્થીની ઓ પસંદગી પામ્યા હતા

આ ભરતી પિ્રક્રયામાં કર્નલ સાહેબ,બટાલિયન મેનેજર,આર્મી સ્ટાફ તેમજ મહર્ષિ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી રજનીભાઈ સંઘાણી , સંચાલકો રાજુભાઇ ચનીયરા , અશોકભાઈ ગેહલોત તેમજ   આચાર્યશ્રીઓ એ હાજરી આપી હતી.

(11:34 am IST)