Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

માળીયા મિંયાણાના બગસરા ગામે જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

મોરબીના વિસીપરામાં જુગાર રમતા ૭ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

મોરબી,તા.૨૩: માળિયા મિયાંણા પોલીસે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામે જુગાર રમતા સાત શખ્શોને ઝડપી લીધી હતા.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઈ પી જી પનારાની ટીમના મહાવીરસિહ ઝાલા, વિપુલભાઈ ફૂલતરીયા, શૈલેશભાઈ હેણ, ભરતભાઈ ગોઢડીયા, ભાવેશભાઈ ધરમશીભાઈ, કિશોરભાઈ રામજીભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે બગસરા ગામે દરોડો કરતા જુગાર રમી રહેલા જુસબ ડાડાભાઈ કટિયા, અનવરભાઈ ડાડાભાઈ કટિયા, ગફુરભાઈ હબીબભાઈ કાજેડીયા, ફતેમામદ તાજમામદ જામ, હૈદર હુશેન જેડા, ફતેમામદ બીજામામદ કટિયા અને તાજમહમદ ડાડાભાઈ કટિયા રહે બગસરા અને માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૨,૫૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તેમજ બીજા દરોડામાં મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિશીપરા વિસ્તારમાં મહેતા સ્કુલ નજીક જાહેરમાં જુગાર રમતા જાવેન્દ્રસિંગ સુરેન્દ્રસીંગ સેંગર, રનવીરસિંગ પર્વતસિંગ સેંગર, મુકેશસિંગ હરપાલસિંગ સેંગર, મુકેશકુમાર રામનરેશ સહાની, મુહોબતસિંગ કલ્યાણસિંગ સેંગર, ધર્મેન્દ્રભાઈ બટાઈ ભગેલ અને હીરૂભાઈ પપ્યુંભાઈ કઠીરીયાને રોકડ રકમ ૧૭,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હઠળ ધરી છે.

(1:07 pm IST)