Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મુળીના રાજપેલેસમાંથી ચાંદીના સિંહાસનની ચોરી

પેલેસના રાધાક્રિષ્ણ મંદિરના તાળા તોડી તસ્કરી

 સુરેન્દ્રનગર તા.ર૩ : સુરેન્દ્રનગરના મૂળી ખાતે આવેલા રાજવી પરીવારના રાજ પેલેસમાં આવેલા મંદિરમાં ચાંદીના સિહાસન ચોરી થઇ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છ.ે

રાજવી પેલેસના રાજપેલેસમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં મોડી રાત્રીના સમયે મંદિરના તાળા તોડી અને વર્ષો જુના ભગવાનના સિહાસન જે અંદાજીત ર કિલોથી પણ વધારે ચાંદી હતી જે તસ્કરી તસ્કરો કરી ગયા હતા.

આ અંગે પેલેસના મેનેજર મુળરાજસિંહ પરમારે જણાવેલ હતું કે કાયમી પુજારી બહાર હોવાથી અન્ય મહિલાઓ આજે સવારના પુજા કરવા માટે મંદિરે જતા તાળા તુટેલા જોયા હતા.

ત્યારે મૂળી પોલીસને જાણકારી આપવામાં આવતા તુરતજ તપાસ હાથ ધરી અને આગળ કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છ.ે

પાટડી ૪૦ કોથળા જીરાની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માલવણ પાસે બંધ ગોડાઉનમાં જીરા ભરીને ૪૦ કોથળા રાખવામાં આવ્યા હતા જે તાળા તોડી અને ૪૦ કોથળા જીરાની ચોરી થતા રૂ.૩૭૬૦ લાખના જીરાની ચોરી થયાની ફરીયાદ નોંધાવવામાં આવેલ છ.ે

લાલાભાઇ ચંદુભાઇ પટેલ માલવણ પાસે આવેલા નવા પ્લોટમાં આવેલા ગોડાઉનમાં રાખવામાં આવેલ ૪૦ બોરી જીરાની ગોડાઉનના તાળા તોડી તસ્કરો ચોરી ગયા હતા.

જેની કિંમત રૂ.૩૬૦,૦૦૦ થાય છ.ેત્યારે ભારતેનુ ઉર્ફે લાલાભાઇ પટેલ દ્વારા બજાણા પોલીસ મથકમાં હાલમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.

(1:03 pm IST)