Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ધોરાજીઃ ડુપલીકેટ દવાના વેચાણના કિસ્સામાં આગોતરા જામીન અરજી રદ

ધોરાજી, તા.૨૩: ધોરાજીમાં નાગાર્જુન કંપનીના ડુપ્લીકેટ દવાના વેચાણ અંગે પોલીસ ઇન્સ્પેકટર વિજયભાઈએ જોશી એ ખેતીવાડી અધિકારી ને સાથે રાખી અને સાયન્ટિફિક એટ્રોસિટી તપાસ કરી મુખ્ય બે આરોપીને જેલહવાલે કરેલા ત્યારબાદ આ આરોપીઓને દવા સપ્લાય કરતા પિયુષ ભાઈ ડોબરીયા મારફતે ધોરાજીના એડિશનલ સેશન્સ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે ની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી અને રજૂઆત કરી હતી કે અમે નિર્દોષ છીએ તેની સામે પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી એચ જોષીએ સોગંદનામું રજુ કરેલ હતું કે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન વગર ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તેમ નથી આ ગુનાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે કારણકે ખૂબ મોટા એવા ખેડૂતો સમાજને આર્થિક લાભ લેવાના બધી રાધે બોગસ દવાઙ્ગ નામી કંપનીની પધરાવી દેવાનું કારસ્તાન છે તેને હળવાશથી લઈ શકાય નહીં આ મુદ્દે સરકારી વકીલ શ્રી કાર્તિકેય પારેખે પણ દલીલો કરી અને રજૂઆત કરી હતી કે આગોતરા જામીન આપવા માટે આ યોગ્ય કેસ નથી. પોલીસને પૂરતી તપાસ અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન ની જરૂર છે અને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન તે પોલીસનો પ્રાથમિક અધિકાર છે આ તમામ રજૂઆતો સાંભળી અને ધોરાજીના એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર દવેએ  આગોતરા જામીન રદ કરેલી હતીૅં આ તબક્કે એ નોંધનીય છે કે મુખ્ય આરોપીની જામીન અરજી હાઇકોર્ટમાં લાંબી સુનાવણી બાદ મંજૂર થયેલી છે તેમ છતાં પોલીસની તપાસ અને સરકારી વકીલની રજૂઆતને ધ્યાને લઈ આગોતરા જામીન અરજી રદ થઈ હતી.(૨૩.૬)

(10:44 am IST)