Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગોંડલમાં સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું :બાળક ગંભીર : રાજકોટ ખસેડાયો

બસમાં લઇ જઈ દોરી વડે બાંધી સ્કૂલ યુનિફોર્મ ઉતરાવી કુકર્મ ગુજાર્યું :માસુમ બાળકે દુખાવાની ફરિયાદ કરતા શર્મસાર કિસ્સો બહાર આવ્યો :સ્કૂલના સીસીટીવી કેમેરા બંધ

ગોંડલમાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે ગોંડલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે

  અંગે મળતી વિગત મુજબ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ અને જાણીતા પરિવારનો ચાર વર્ષનો માસૂમ પુત્ર નિયત ક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલ જૈન સંસ્કાર સ્કૂલના એલ કે જી ક્લાસ પહોંચ્યો હતો દરમિયાન સવારના 10:30 કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડી સ્કૂલ બસમાં લઇ ગયેલ હતો અને અસંસ્કારી એવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું.

માસુમ બાળકને પીડા થતી હોય બપોરના સુમારે ઘરે પહોંચતા પીડાની વાત તેના માતા પિતાને કરી હતી અને સઘળી ઘટના તેના માતા પિતાને જણાવતા તેઓ પણ કંપી ઉઠયા હતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સીટી પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ પી.એસ.આઇ સહિતનો કાફલો જૈન સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન જૈન સ્કૂલના તમામ શિક્ષકો સ્કૂલ પર હાજર હોય પ્રિન્સિપાલ આશાબેન પાસે પોલીસ દ્વારા શિક્ષકોના ફોટોગ્રાફ્સ માંગવામાં આવતા ચાર વર્ષના માસૂમ બાળકે ફોટોગ્રાફ્સ ઉપરથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શિક્ષક ને ઓળખી બતાવવામાં આવ્યા હતા.બાદમાં જુદાજુદા મોબાઇલમાં પણ તસવીર બતાવવામાં આવતા બાળકે તેને ઓળખી બતાવ્યો હતો.

બાદમાં પોલીસે મોડીરાત્રે માસૂમ બાળકના પિતાની ફરિયાદ પરથી જૈન સ્કૂલમાં ધોરણ 5થી 10 ના વિદ્યાર્થીઓના ગણિત નો વિષય લેતા શિક્ષક દાણીધારીયા સંદીપ વિરુદ્ધ ipc કલમ ૩૭૭ તેમજ પ્રોકસો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સંસ્કાર સ્કૂલમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે તો આજે જે લોબીમાંથી માસુમ બાળકને સ્કૂલ બસ તરફ લઈ જવામાં આવ્યો તેના બે સીસીટીવી કેમેરા આજે ટેકનિકલ કેમ બંધ હતા તે દિશામાં પોલીસને શંકા હોય તપાસ હાથ ધરી છે

(10:37 pm IST)