Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પાલીતાણાની પોસ્ટઑફિસનાં કર્મચારી ઉપર તેના પૂર્વ સાળાનો હુમલો

બે વર્ષ પહેલા છૂટાછેડા લીધેલ તેનો ખાર રાખીને હુમલો કર્યાનો આરોપ

ભાવનગરના પાલિતાણાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી પર તેના પૂર્વ સાળાએ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. પોસ્ટકર્મચારી દિલીપભાઈ ચોસલાના લગ્નના બે વર્ષ પહેલા છુટ્ટા છેડા થયા હતા. અને તેની દાઝ રાખીને પૂર્વ સાળા જિગ્નેશ ભરવાડે ફરજ પર રહેલા દિલીપભાઈ પર પોસ્ટ ઓફિસમાં હુમલો કરી માર માર્યો હતો  જેમાં ઘાયલ દિલીપભાઈને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અને પોલીસે ફરિયાદ આધારે હુમલાખોરને ઝડપી પાડવા કામગીરી શરૂ કરી છે.

(9:19 pm IST)