Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

હાર્દિક પટેલ બીજી ઓકટોબરથી ફરી મોરબીના બગથળા ગામેથી ઉપવાસ આંદોલનના મંડાણ કરશે

રાજકોટ, તા., ૨૪: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં મોરબી જીલ્લાના બગથળા ગામેથી ફરી ઉપવાસ આંદોલનના મંડાણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ખેડુતોને દેવામાફી, સમાજને અનામત અને અલ્પેશ કથીરીયાની જેલમુકિત સહિતના મુદ્દે આગામી બીજી ઓકટોબરે હાર્દિક પટેલ મોરબી જીલ્લાના બગથળા ગામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમદાવાદ ખાતે હાર્દિક પટેલે ઉપવાસ-આંદોલન કર્યા બાદ પારણા કર્યા હતા અને હવે ફરીથી સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલ ઉપવાસ આંદોલનના મંડાણ કરશે.(૪.૧૪)

(3:37 pm IST)