Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભાણવડમાં માતમના તહેવાર મહોરમ પર્વની ઉજવણી

 ભાણવડ : મુસ્લિમ સમાજ દ્વારા શહાદતના પર્વ મહોરમ મનાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયાની રચના કરવામાં આવી હતી સાથે સાથે રોજે-રોજ ન્યાજ-ઠંડા સરબતોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હસરત ઇમામ હુશેન સાહેબ તથા તેમના શહિદ થઇ ગયેલા ૭૨ સાથીઓની શહાદતને યાદ કરીને માતમના દસ દિવસ તરીકે મનાવેલ અને સતત દસ દિવસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા અનેક સ્થળોએ ન્યાઝના વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ઠંડા સરબતો ગરમ દૂધ સહિતના પીણાઓના વિતરણ કરવામાં આવ્યા હતા તો મસ્જીદોમાં નમાઝ અદા કરવામાં આવેલ હતી અને તૈયાર કરવામાં આવેલા કલાત્મક તાજીયાના અંતિમ દિવસે ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ આ ઝુલુસમાં હેરતભર્યા કરતબો કર્યા હતા અંતે રાત્રે આ તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ડી.કે. પરમાર, ભાણવડ)

(12:01 pm IST)