Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પોરબંદર ખાસ જેલના ૬૭ વર્ષીય કેદીને કોરોના પોઝીટીવ આવ્‍યો આજે પોરબંદરમાં કુલ ૧૦ કેસ નોંધાવા શહેરના ૮ અને ગ્રામ્‍ય પંથકના બે કેસ

(સ્‍મીત પારેખ) પોરબંદરઃ પોરબંદર શહેર ગ્રામ્‍ય પંથકના  મળી કુલ ૧૦ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

સૌપ્રથમવાર પોરબંદર ખાસ જેલના ૬૭ વર્ષિય પુરૂષ કેદીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

આમ પોબંદરમાં કુલ ૧૦ કેસો પૈકી ૮ શહેરના અને બે ગ્રામ્‍યના કેસે આવેલ છે પોરબંરના ૮ પૈકી બે લોકો અન્‍ય જિલ્લામાંથી આવેલ છે.

પોરબંદરના શિતલ પાર્કમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન, ઝવેરી બંગલા પારોના ૨૯ વર્ષનો યુવાન-જયાર અવધપુરી છાયાના ૪૫ વર્ષના મહિલા, વાડી પ્‍લોટના ૬૦ વર્ષના પુરૂષ, બીજા ૪૯ વર્ષના પુરૂષ પોરબંદર તથા વાઘેશ્વરી પ્‍લોટના ૬૨ વર્ષી પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

જયારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં રાતડી ગામના રાતડી ગામના પ૩ વર્ષીય પુરૂષ તથા ૩૦ વર્ષીય મહિલા ગ્રામ્‍ય પંથક ઘેડને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે.

(10:01 pm IST)