Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

આજે પશ્ચિમ કચ્છના અબડાસા, લખપતને ૬ ઈંચ વરસાદ સાથે ધમરોળતા મેઘરાજા

ગઈકાલે કચ્છના પૂર્વ, મધ્ય અને રણ વિસ્તારમાં ભારે વરસાદ પછી આજે પશ્ચિમી સરહદે ધોધમાર વરસાદ : ટપ્પર ડેમના દરવાજા ખોલાયા : કચ્છના ૧૪ મોટા ડેમ ઓવરફ્લો : અંજારનું તળાવ વધાવાયું

(ભુજ) કચ્છમાં સતત બીજે દિવસે મેઘમહેર જારી રહી છે. બેલેન્સ કરતા હોય એ રીતે ગઈકાલ પૂર્વ, મધ્ય અને રણ વિસ્તારમાં વરસ્યા પછી આજે પશ્ચિમી સરહદના સીમાવર્તી તાલુકાઓ લખપત, અબડાસામાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે. યાત્રાધામ માતાના મઢ ઉપરાંત નલિયાને અમદાવાદ સાથે જોડતા માંડવી, ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા છે. પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારની જીવાદોરી સમાન ટપ્પર ડેમ સહિત કચ્છના ૧૪ મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અંજારના સવાસર તળાવને આજે રાજયમંત્રી વાસણભાઇ આહીરે વધાવ્યું હતું. રાપરનું તળાવ પણ આજે ઓવરફ્લો થઈ ગયું છે. જ્યારે ભુજના હમીરસર તળાવમાં પણ નવા પાણી આવતા હવે હમીરસર તળાવ પણ ઓગનવાની ભુજના લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે સાંજે કચ્છના દસ તાલુકાઓના આંકડાઓ લખપત છ ઈંચ, અબડાસા સાડા છ ઈંચ, માંડવી ચાર ઈંચ, રાપર અને ભુજ સાડા ત્રણ ઈંચ, ગાંધીધામ ત્રણ ઈંચ, નખત્રાણા, અંજાર અને મુન્દ્રા બે  ઈંચ, ભચાઉ અઢી ઈંચ.

(7:08 pm IST)